સૂત્રોના જણાવ્યા અનુસાર, બજેટની તારીખ અંગે આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) આજે મળે તેવી અપેક્ષા છે. આ બેઠકમાં બજેટ રજૂ કરવાની તારીખ અંગેના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે.