2021માં શાનદાર પ્રદર્શન પછી, 2022 માં મુખ્યત્વે પ્રાઇમરી માર્કેટમાં મંદી જોવા મળી હતી. તેનું મુખ્ય કારણ શેરબજારમાં ચાલી રહેલી વોલેટિલિટી હતી. ઘણા વિશ્લેષકોએ પ્રાઇમરી માર્કેટમાં સુસ્તીનું કારણ લિક્વીડિટીમાં શખ્તી, વૈશ્વિક ચિંતાઓને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા અને તાજેતરમાં લિસ્ટેડ કંપનીઓમાં તીવ્ર ઘટાડો, IPO માર્કેટમાં સેન્ટિમેન્ટને મંદ પાડવાને આભારી છે.

