Dunzo IPO: ગ્રોસરી ડિલિવરી જાયન્ટ ઓનલાઈન પ્લેટફોર્મ Dunzo એ IPO લાવતા પહેલા તેની બિઝનેસ વ્યૂહરચનામાં મોટો ફેરફાર કર્યો છે. કંપનીએ તેના 30 ટકા કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મૂક્યા છે. મતલબ કે તેણે 300 કર્મચારીઓને છૂટા કર્યા છે. આ સિવાય કંપનીએ $75 મિલિયનનું ફંડ પણ એકત્ર કર્યું છે. CNBC TV-18 ને સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. હકાલપટ્ટી અને ફંડ ઊભું કરવાથી Dunzoને IPO પહેલા નફાકારક બનવામાં મદદ મળશે. વર્ષ 2025માં તેનો IPO લાવવાની યોજના છે.

