OYO IPO અપડેટ: હોસ્પિટાલિટી ટેક સ્ટાર્ટ-અપ OYOના IPOમાં વિલંબ થઈ શકે છે. કંપની શેરબજારમાં પ્રવેશવાની યોજના પર કામ કરી રહી છે. પરંતુ તેના આઈપીઓના આગમનમાં 3 મહિનાનો વિલંબ થઈ શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ OYOને તેના ડ્રાફ્ટ રેડ-હિયરિંગ પ્રોસ્પેક્ટસમાં વધારાની માહિતી પ્રોવાઇડ કરવા જણાવ્યું છે. આમાં જોખમ પરિબળો પર્ફોમન્સ અને મૂલ્યાંકન વિશેની માહિતી અપડેટ કરવાનું કહેવામાં આવ્યું છે. આ કારણે કંપનીના માર્કેટમાં લિસ્ટ થવાના પ્લાન પર થોડો સમય બ્રેક લાગી શકે છે.

