Urban Enviro waste Management IPO Listing: કચરો ઉઠવા વાળી દિગ્ગજ કંપની અર્બન એન્વાયરો વેસ્ટ મેનેજમેન્ટ (Urban Enviro waste Management)નો આઈપીઓને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને હવે આ શેરોની માર્કેટમાં જોરદાર એન્ટ્રી થઈ છે. તેનો આઈપીઓ 255.49 ગુણો સબ્સક્રાઈબ થયો હતો. તેના શેર 100 રૂપિયામાં રજૂ થયો હતો અને હવે એનએસઈના એસએમઈ પ્લેટફૉર્મ NSE-SME પર તે 141 રૂપિયા પર લિસ્ટ થયો છે એટલે કે આઈરીઓ રોકાણકારોને 41 ટકા લિસ્ટિંગ ગેન મળી છે. લિસ્ટિંગ બાદ પણ શેરોની ચાલ ધીમી નથી થઈ અને હાલમાં તે 148.05 રૂપિયા (Urban Enviro waste Management Share Price) પર ટ્રેડ થઈ રહ્યો છે. દરેક શેર પર રોકાણકારોને લગભગ 48 રૂપિયાનો ફાયદો મળ્યો છે.

