Yatra IPO Listing: ટિકિટ અને અકોમેડેશન બુકિંગની ઑનલાઈન સર્વિસેઝ આપવા વાળી યાત્રા ઓનલાઈન (Yatra Online)ના શેર આજે ઘરેલૂ માર્કેટમાં એન્ટ્રી થઈ છે. રિટેલ રોકાણકારના દમ પર આ ઈશ્યૂ દોઢ ગુણાથી વધું ભરાયો હતો. રિટેલ રોકાણકારનો હિસ્સો તો બે ગુણાથી વધું ભરાયો હતો. આઈપીઓ રોકાણકારોને તેના શેર 142 રૂપિયાના ભાવ પર રજૂ થયા છે. આજે બીએસઈ પર તેના 130 રૂપિયા પર એન્ટ્રી થઈ છે એટેલ કે આઈપીઓ રોકાણકારને કોઈ લિસ્ટિંગ ગેન નથી મળ્યો પરંતુ આઈપીઓ રોકાણકારની મૂડી લિસ્ટિંગ પર 11.56 ટકા ઘટી ગઈ છે. લિસ્ટિંગ બાદ શેર રિકવરી થઈ રહ્યા છે અને હાલમાં 136.95 રૂપિયાના ભાવ પર છે એટલે કે આઈપીઓ રોકાણકાર હવે 3.55 ટકા ખોટમાં છે.

