Ahmedabad Flower Show 2024: વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટન માટે ગાંધીનગર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદને મળેલી વધુ એક સિદ્ધિને વધાવવા માટે પહોંચ્યા છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમદાવાદના ફ્લાવર શોને સ્થાન મળ્યા બાદ વડાપ્રધાન મોદી તેની મુલાકાત માટે પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી VVIP ગેટ નંબર 5થી ફ્લાવર શોમાં એન્ટ્રી કરી રહ્યા છે. જ્યાં તેમની સાથે તેમનો સુરક્ષા કાફલો પણ હાજર છે.

