Get App

ગુજરાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ પિચબુક પ્રતિસ્પર્ધાને બહોળો પ્રતિસાદ, ગ્રાન્ડ ફિનાલે માટે સાત સ્ટાર્ટઅપ્સની પસંદગી: રમતગમત મંત્રી

ગુજરાત રાજ્યના ગૃહ રાજયમંત્રી તથા રાજ્યકક્ષાના વાહન વ્યવહાર, યુથ અને રમતગતમ મંત્રી અને સુરત શહેરના મજુરા વિસ્તારના ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “રમતગમતના વૈશ્વિક નકશા પર ભારતની હાજરીમાં અત્યંત ઝડપથી વધારો થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 07, 2023 પર 1:56 PM
ગુજરાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ પિચબુક પ્રતિસ્પર્ધાને બહોળો પ્રતિસાદ, ગ્રાન્ડ ફિનાલે માટે સાત સ્ટાર્ટઅપ્સની પસંદગી: રમતગમત મંત્રીગુજરાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ પિચબુક પ્રતિસ્પર્ધાને બહોળો પ્રતિસાદ, ગ્રાન્ડ ફિનાલે માટે સાત સ્ટાર્ટઅપ્સની પસંદગી: રમતગમત મંત્રી
પિચબુક પ્રતિસ્પર્ધામાં સ્ટાર્ટઅપ્સને રૂપિયા 25 લાખનાં રોકડ ઈનામ આપવામાં આવશે

અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીમાં 11મી ડિસેમ્બરે યોજાનારા દેશના સૌથી પહેલા ગુજરાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કોન્કલેવ દરમિયાન યોજાનારી પિચબુક પ્રતિયોગિતા માટે સાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કંપનીઓને પસંદ કરવામાં આવી છે.

આ કોન્કલેવ માટે ટોચની 60થી વધુ સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કંપનીઓએ નોંધણી કરાવી હતી, આ માટે અરજી કરવાનો સમય 2 ડિસેમ્બર 2023ના રોજ પૂરો થયો છે.

આ અંગે વાત કરતા ગુજરાત રાજ્યના ગૃહ રાજયમંત્રી તથા રાજ્યકક્ષાના વાહન વ્યવહાર, યુથ અને રમતગતમ મંત્રી અને સુરત શહેરના મજુરા વિસ્તારના ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “રમતગમતના વૈશ્વિક નકશા પર ભારતની હાજરીમાં અત્યંત ઝડપથી વધારો થયો છે. સ્પોર્ટસ ઈન્ડસ્ટ્રી હવે ફક્ત પ્રતિસ્પર્ધાઓ પૂરતી મર્યાદિત નથી રહી, પણ અપાર ક્ષમતાઓ સાથેનું તેજીમય આર્થિક સેક્ટર બની છે.

આ પરિવર્તન પાછળનો મોટો શ્રેય આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને જાય છે, જેમની જિજ્ઞાસા અને આપણા રમતવીરોને આપેલા સતત ટેકાએ મુખ્ય ભૂમિકા અદા કરી છે. વાયબ્રન્ટ ગુજરાતની પહેલના માળખામાં ગુજરાત સ્પોર્ટસ કોન્કલેવનું આયોજન સ્પોર્ટસ ઈકોસિસ્ટમમાં વધારો કરવાની આપણી પ્રતિજ્ઞા પાછળનો નોંધપાત્ર પ્રયત્ન છે તેમજ રોકાણને આકર્ષવામાં, આર્થિક વિકાસની ઉત્પ્રેરણા માટે અને ગુજરાતને વેપાર રોજગાર માટેનું હબ બનાવવા માટેનો મોટો પ્રયાસ છે.”

બધા સમાચાર

+ વધુુ વાંચો