Get App

gujarat weather prediction: હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં યથાવત રહેશે કડકડતી ઠંડીનો ચમકારો

આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહેશે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ છે. નલિયામાં 8.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં વધુ કોઇ ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદમાં 15થી 16 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 02, 2024 પર 4:53 PM
gujarat weather prediction: હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં યથાવત રહેશે કડકડતી ઠંડીનો ચમકારોgujarat weather prediction: હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં યથાવત રહેશે કડકડતી ઠંડીનો ચમકારો
Gujarat Weather Forecast Today: હવામાન વિભાગે કહ્યું હજુ 5 દિવસ ગુજરાતમાં ઠંડી યથાવત રહેશે.

રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો, રાજ્યમાં ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. હજુ 5 દિવસ ગુજરાતમાં ઠંડી યથાવત રહેશે. વાતાવરણ સૂકું રહેશે.તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય. બીજી બાજુ, આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું હતું. વધુ તાપમાન નોંધાવવાને કારણે ડિસેમ્બરમાં ઠંડી વધુ પડી નહોતી. આ વર્ષે વેસટર્ન ડિસ્ટર્બન્સ વધુ હોવાથી ડિસેમ્બરમાં ઠંડી ઓછી પડી હતી.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહેશે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ છે. નલિયામાં 8.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં વધુ કોઇ ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદમાં 15થી 16 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના છે.

Ram Mandir: તવાંગથી કચ્છ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ રીતે પ્રગટશે શ્રી રામની જ્યોત, આ છે મોટી તૈયારી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદ થવાની સંભાવના છે. આ સાથે તેમણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું નહીં પડે તેવું પણ જણાવાયું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો