Get App

Vibrant Gujarat Global Summit 2024: વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપી વિકાસ પામતો દેશ બન્યો -ગૌતમ અદાણી

ગૌતમ અદાણીએ આગળ કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારત 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે, અને ભારત વિશ્વના નકશા પર એક મોટી શક્તિ તરીકે સફળતાપૂર્વક ઉભરી રહ્યું છે અને ભારત આત્મનિર્ભર બની રહ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 10, 2024 પર 2:11 PM
Vibrant Gujarat Global Summit 2024: વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપી વિકાસ પામતો દેશ બન્યો -ગૌતમ અદાણીVibrant Gujarat Global Summit 2024: વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપી વિકાસ પામતો દેશ બન્યો -ગૌતમ અદાણી
ગૌતમ અદાણીએ કહ્યું કે 10મી વાઈબ્રન્ટ ગુજરાતને સંબોધન કરવાની તક મળી. છેલ્લા દશકામાં ભારતનો ગ્રોથ ઘણો સારો રહ્યો.

Vibrant Gujarat Global Summit 2024: ગૌતમ અદાણીએ કહ્યું કે 10મી વાઈબ્રન્ટ ગુજરાતને સંબોધન કરવાની તક મળી. છેલ્લા દશકામાં ભારતનો ગ્રોથ ઘણો સારો રહ્યો. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપી વિકાસ પામતો દેશ બન્યો. ખાવડામાં 30 GWનો રિન્યુએબલ પાર્ક ઊભો કરી રહ્યા છીએ. ગુજરાતમાં 5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરીશું. 1 લાખ નવા રોજગારનું નિર્માણ કરીશું.

ગૌતમ અદાણીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, માત્ર ભારતના ભવિષ્ય વિશે જ વિચારી રહ્યાં નથી, પરંતુ તેના વિકાસ માટે અલગ અલગ પ્રયત્ન સાથે તેને આકાર પણ આપી રહ્યાં છો.

ગૌતમ અદાણીએ આગળ કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારત 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે, અને ભારત વિશ્વના નકશા પર એક મોટી શક્તિ તરીકે સફળતાપૂર્વક ઉભરી રહ્યું છે અને ભારત આત્મનિર્ભર બની રહ્યું છે.

તેમણે કહ્યું, ‘છેલ્લા એક દાયકાના આંકડા શાનદાર રહ્યા છે. 2014 થી ભારતનો જીડીપી 185 ટકા વધ્યો છે. તો, માથાદીઠ આવકમાં પણ 165 ટકાનો વધારો થયો છે. ભારતની આ સિદ્ધિ અનન્ય છે, ખાસ કરીને એક દાયકામાં જેણે મહામારી અને ભૌગોલિક રાજકીય સંઘર્ષો જેવા પડકારો સામે પણ ભારતે પોતાની ઈકોનોમી ટકાવી રાખી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો