Gujarat Election Results 2022: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભાજપે 22 બેઠકો જીતી છે. જ્યારે તે 132 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસે 2 સીટો જીતી છે અને 16 સીટો પર આગળ ચાલી રહી છે. આ સિવાય સમાજવાદી પાર્ટી 1, અપક્ષ 2 અને AAP 5 સીટો પર આગળ છે. હાલમાં મતગણતરી ચાલી રહી છે. ભગવા પાર્ટી 1995 પછી રાજ્યમાં એકપણ વિધાનસભા ચૂંટણી હારી નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુરુવારે સવારે રાજ્યના 37 મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા અને ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત નિરીક્ષકોની હાજરી વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી.

