Women Reservation: સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને અનામત આપવાનો પ્રસ્તાવ ધરાવતું બિલ કાયદો બની ગયું છે, પરંતુ હાલમાં આ કાયદો દેશમાં લાગુ કરવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કાયદાને તાત્કાલિક લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી પર ટૂંકી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી 14 દિવસમાં જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે દેશભરમાં કાયદાના અમલને લઈને સરકારનું વલણ જાણવું જરૂરી છે. કોર્ટે કહ્યું કે આ મામલે ત્રણ અઠવાડિયા પછી સુનાવણી થશે.