Get App

ભુપેન્દ્ર સરકારમાં મંત્રીઓને સોંપાઇ ગયા છે ખાતા, જાણો કયા મંત્રીને, કયા વિભાગનો સોંપાયો હવાલો

ભુપેન્દ્ર પટેલ સરકારની શપથ વિધિ બાદ સાંજે જ કેબિનેટ બેઠક મળી અને પહેલી કેબિનેટમાં જ ખાતા ફાળવણી કરી દેવાઇ છે. ત્યારે મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓને કયા કયા વિભાગો સોંપાયા છે તેના પર નજર કરીએ

MoneyControl Newsઅપડેટેડ Dec 13, 2022 પર 12:43 PM
ભુપેન્દ્ર સરકારમાં મંત્રીઓને સોંપાઇ ગયા છે ખાતા, જાણો કયા મંત્રીને, કયા વિભાગનો સોંપાયો હવાલોભુપેન્દ્ર સરકારમાં મંત્રીઓને સોંપાઇ ગયા છે ખાતા, જાણો કયા મંત્રીને, કયા વિભાગનો સોંપાયો હવાલો

શપથવિધિ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિમંદિર દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં ભાજપની નવી સરકાર રચાયા બાદ ગાંધીનગરમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આ કેબિનેટ બેઠક માટે ઋષિકેશ પટેલને આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ, ભીખુસિંહ પરમારને અન્ન અને નાગરિક પૂરવઠો તેમજ રાઘવજી પટેલને કૃષિ, મત્સ્ય ઉદ્યોગ અને ગ્રામ્ય વિકાસ સહિતના ખાતા ફાળવવામાં આવ્યા છે. ત્યારે કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલને પ્રવક્તા મંત્રી પણ બનાવવામાં આવ્યા છે.

કયા મંત્રીને કયું ખાતું સોંપાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવેલ વિષયો

કેબિનેટ મંત્રી કનુભાઇ મોહનભાઇ દેસાઇ : નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ

કેબિનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલ : આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો

કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ : કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ,

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત : ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર

બધા સમાચાર

+ વધુુ વાંચો