Adani Group : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે કેન્દ્ર સરકારે અદાણી જૂથની સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કરવું જોઈએ. યુએસ શોર્ટ સેલર રિપોર્ટને પગલે અદાણી ગ્રુપના શેરમાં તાજેતરના ભૂતકાળમાં નોંધપાત્ર વોલેટિલિટી જોવા મળી રહી છે. તે જ સમયે, વિરોધ પક્ષો આ મુદ્દાને સંસદમાં ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં સ્વામીએ આ વાત કહી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિધન પર કરવામાં આવેલા ટ્વીટને લઈને થઈ રહેલી ટીકાનો પણ જવાબ આપ્યો હતો.

