કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કેરળના પૂર્વ મુખ્યમંત્રી એકે એન્ટોનીના પુત્ર અનિલ કે એન્ટોનીએ કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોનીએ બુધવારે ટ્વીટ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. અનિલ એંટનીએ રાજીનામાનો પત્ર ટ્વિટ કરીને પાર્ટી નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા છે. અનિલે પોતાના ટ્વીટમાં રાજીનામાનું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે તેમને આવા લોકો દ્વારા કરવામાં આવેલી ટ્વીટને ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું હતું જેઓ સ્વતંત્ર ભાષણની હિમાયત કરે છે. તાજેતરમાં જ અનિલ એન્ટનીએ બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી અંગે કોંગ્રેસ પાર્ટીના સ્ટેન્ડ પર સવાલ ઉઠાવ્યા હતા.

