વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 28 મે 2023ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે, નવું સંસદ ભવન દેશ અને તેની જનતાને સમર્પિત કરવામાં આવ્યું છે. હવે સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બીજો તબક્કો બપોર બાદ શરૂ થશે. આ દરમિયાન લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ પોતાનું સંબોધન આપશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો સંદેશ પણ વાંચવામાં આવશે. આ પછી પીએમ મોદીનું સંબોધન પણ થશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

