Get App

કેજરીવાલે લેખિતમાં કરી ભવિષ્યવાણી, કથીરિયા, ઈટાલિયા અને ઈસુદાન સહિત આટલા ઉમેદવાર જીતશે ચૂંટણી

Gujarat Election 2022: અરવિંદ કેજરીવાલે સતત બીજા દિવસે લેખિતમાં ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે, સુરતની આઠ જેટલી બેઠકો પર આપ જીતે છે. કથીરિયા અને ગોપાલ ઈટાલિયા સહિત ઈસુદાન ગઢવી પણ જંગી બહુમતીથી જીતશે તેવું લેખિતમાં મીડિયા સામે રજૂ કર્યું હતું.

MoneyControl Newsઅપડેટેડ Nov 29, 2022 પર 11:17 AM
કેજરીવાલે લેખિતમાં કરી ભવિષ્યવાણી, કથીરિયા, ઈટાલિયા અને ઈસુદાન સહિત આટલા ઉમેદવાર જીતશે ચૂંટણીકેજરીવાલે લેખિતમાં કરી ભવિષ્યવાણી, કથીરિયા, ઈટાલિયા અને ઈસુદાન સહિત આટલા ઉમેદવાર જીતશે ચૂંટણી

Gujarat Election 2022: સુરતમાં રાત્રિ રોકાણના બીજા દિવસે આપના સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધિત કર્યાં હતાં. જેમાં અરવિંદ કેજરીવાલે સતત બીજા દિવસે લેખિતમાં ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે, સુરતની આઠ જેટલી બેઠકો પર આપ જીતે છે. કથીરિયા અને ગોપાલ ઈટાલિયા સહિત ઈસુદાન ગઢવી પણ જંગી બહુમતીથી જીતશે તેવું લેખિતમાં મીડિયા સામે રજૂ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે, ગતરોજ કેજરીવાલે આપની સરકાર બનતી હોવાનું લેખિતમાં ભવિષ્યવાણી કરતાં આપ્યું હતું.

સુરતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ

પ્રચારના પડઘમ શાંત થાય તે અગાઉ જ સુરતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. રાત્રિ રોકાણના બીજા દિવસે આપના સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધિત કર્યાં હતાં. જેમાં અરવિંદ કેજરીવાલે સતત બીજા દિવસે લેખિતમાં ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે, સુરતની આઠ જેટલી બેઠકો પર આપ જીતે છે. કથીરિયા અને ગોપાલ ઈટાલિયા સહિત ઈસુદાન ગઢવી પણ જંગી બહુમતીથી જીતશે તેવું લેખિતમાં મીડિયા સામે રજૂ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે, ગતરોજ કેજરીવાલે આપની સરકાર બનતી હોવાનું લેખિતમાં ભવિષ્યવાણી કરતાં આપ્યું હતું.

અરવિંદ કેજરીવાલે ફરી એક વખત પોતાના પક્ષના મોટા ચહેરાઓ જંગી બહુમતીથી જીતી રહ્યા હોવાનો આત્મવિશ્વાસ દાખવ્યો છે. પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો ઉપર ઉભા રહેલા ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયા વરાછા બેઠક ઉપર તથા મનોજ સોરઠિયા સહિતના આઠ જેટલા નેતા સુરતથી જીતશે. કેજરીવાલે કેટલાક મહત્ત્વના મુદ્દાઓને લઈને પણ ટક્કર કરી હતી.

ગઈકાલે જંગી જનસભા અને સંબોધિતથી વખતે નરેન્દ્ર મોદીએ હાજર રહેલા લોકોને કહ્યું કે, દરેક ઘરે ઘરે નરેન્દ્ર મોદીના પ્રણામ છે. એવી વાત કરજો અને મતદાન કરાવજો. એવી જ રીતે અરવિંદ કેજરીવાલએ પણ કહ્યું કે, અમારા તમામ સર્વેમાં મહિલાઓ અને યુવાનો અમને વોટ આપશે. અમે મહિલાઓ અને યુવાનોને વિનંતી કરીએ છીએ કે, તેઓ ઘરના તમામ વ્યક્તિઓને બેસાડીને સમજાવ્યા અને આમ આદમી પાર્ટીને વોટ આપે તેવો પ્રયાસ કરે.

મહત્વનું છે કે, એક સર્વેમાં મહિલાઓ અને યુવા વર્ગ આમ આદમી પાર્ટી સાથે હોવાનો દાવો પણ કર્યો. અલગ અલગ આપેલી ગેરંટીઓને કારણે મહિલાઓને અરવિંદ કેજરીવાલ પોતાની તરફ લાવી શક્યા હોય તેવી વાત કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો