Atal Bihari Vajpayee Death Anniversary: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 5મી પુણ્યતિથિ છે. દેશ તેમને સલામ કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય નેતાઓ 'સદૈવ અટલ'ને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. VVIP નેતાઓએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા. તેમને શ્રદ્ધાંજલિ. લોકસભા સ્પીકર ઓમ બિરલા, ગૃહમંત્રી અમિત શાહ પણ સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા. બીજેપીના અન્ય નેતાઓ અને મંત્રીઓની સાથે એનડીએના સહયોગી પક્ષોના નેતાઓ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. અહીં પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

