BJP Foundation Day: ગુરુવારે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) ના 43મા સ્થાપના દિવસ પર પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ભારતને ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત પડકારોથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમની સંસ્કૃતિ પરિવારવાદ, વંશવાદ, જાતિવાદ અને પ્રદેશવાદની રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીનું રાજકીય કલ્ચર દરેક દેશવાસીને સાથે લઈને ચાલવાનું છે.

