Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આજે મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું, જે સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. આજે 788 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થશે. પ્રથમ તબક્કામાં 339 અપક્ષો મેદાનમાં છે. 2017ની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી ભાજપે 48 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 40 બેઠકો મળી હતી. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે અને પરિણામ 8 ડિસેમ્બરે આવશે.

