GUJARAT ELECTION: ગુજરાતમાં પ્રચાર કરવા આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા રાવણનો ઉલ્લેખ પણ કર્યો હતો. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, પીએમ મોદી હંમેશા પોતાના વિશે વાત કરે છે. દરેક મુદ્દા પર તેઓ કહે છે કે મોદીનો ચહેરો જોઈને મત આપો. ખડગેએ પૂછ્યું, “મેં તમારો ચહેરો કેટલી વાર જોયો છે.”

