Get App

Gujarat Elections 2022: ભાજપે 20 વર્ષમાં પહેલીવાર ખ્રિસ્તીને આપી ટિકિટ, જાણો કોણ છે આ વ્યક્તિ

Gujarat Elections 2022: ભાજપે ગુજરાતના વ્યારામાં આગામી વિધાનસભા ચૂંટણી માટે એકલા ખ્રિસ્તી ઉમેદવાર મોહન કોંકણીને મેદાને ઉતાર્યા છે. કોંકણીનો મુકાબલો વ્યારામાંથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના પુનાજી ગામીત સામે થશે.

MoneyControl Newsઅપડેટેડ Nov 18, 2022 પર 12:06 PM
Gujarat Elections 2022: ભાજપે 20 વર્ષમાં પહેલીવાર ખ્રિસ્તીને આપી ટિકિટ, જાણો કોણ છે આ વ્યક્તિGujarat Elections 2022: ભાજપે 20 વર્ષમાં પહેલીવાર ખ્રિસ્તીને આપી ટિકિટ, જાણો કોણ છે આ વ્યક્તિ

Gujarat Elections 2022: ગુજરાતમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)એ 20 વર્ષમાં પ્રથમ વખત ખ્રિસ્તી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. વ્યારા બેઠક પરથી આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે એકલા ખ્રિસ્તી ઉમેદવાર મોહન કોંકણીને મેદાનમાં ઉતાર્યા છે. ભગવા પાર્ટીના મોહન કોંકણીનો મુકાબલો વ્યારાના ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના પુનાજી ગામીત સામે થશે.

48 વર્ષીય કોંકણી તાપી જિલ્લાના વ્યારા વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર છે, જે ખ્રિસ્તી અને આદિવાસી વિસ્તારમાંથી આવે છે. તે ડોલવણ તાલુકાના હરીપુરા ગામના રહેવાસી છે. તો, વ્યારા વિધાનસભા વિસ્તાર કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવે છે. વ્યારા વિધાનસભા મત વિસ્તારના 2.23 લાખ મતદારોમાંથી લગભગ 45 ટકા મતદારો ખ્રિસ્તી છે.

વ્યારા વિધાનસભા બેઠક પર છે કોંગ્રેસનો કબજો

કોંગ્રેસના 64 વર્ષીય નેતા ગામિત 2007થી વ્યારા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જ્યારે, કોંકણી એક સામાજિક કાર્યકર અને ખેડૂતપણ છે. જોકે તેઓ 1995થી ભાજપના સક્રિય સભ્ય છે. 2015માં તેમણે તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના સહકારી નેતા માવજી ચૌધરીને હરાવ્યા હતા અને હાલમાં તેઓ તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ છે.

ભાજપનો કર્યો આભાર વ્યક્ત

ભાજપના નેતૃત્વ પ્રત્યે આભાર વ્યક્ત કરતા મોહન કોંકણીએ હિન્દુસ્તાન ટાઈમ્સને કહ્યું કે, હું પાર્ટી હાઈકમાન્ડ અને ભાજપનો મારામાં વિશ્વાસ અને એ વિશ્વાસ માટે ઋણી છું. હું વ્યારામાં 1 ડિસેમ્બરે (મતદાનની તારીખ) ઇતિહાસ રચીશ અને મને તેની ખાતરી છે. વ્યારામાં રાજકીય વાતાવરણ સુધર્યું છે અને હું મતવિસ્તારના 72,000 ખ્રિસ્તી મતદારોના સમર્થન પર વિશ્વાસ કરી શકું છું.

બધા સમાચાર

+ વધુુ વાંચો