Get App

આગામી ઓલીમ્પીકસની તૈયારીમાં ગુજરાત, 2036ના યજમાન બનવા પ્રારંભિક તૈયારીઓ શરૂ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ અંગેની ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં અમદાવાદ ખાતે યોજાઇ

MoneyControl Newsઅપડેટેડ Dec 19, 2022 પર 10:53 AM
આગામી ઓલીમ્પીકસની તૈયારીમાં ગુજરાત, 2036ના યજમાન બનવા પ્રારંભિક તૈયારીઓ શરૂ આગામી ઓલીમ્પીકસની તૈયારીમાં ગુજરાત, 2036ના યજમાન બનવા પ્રારંભિક તૈયારીઓ શરૂ

ઓલીમ્પીકસ-2036માં જે રમતો સમાવિષ્ટ છે તેના આયોજન માટે અમદાવાદ-ગાંધીનગરમાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સમીપે આકાર લેનારા સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં તેમજ નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની બાબતે આ બેઠકમાં પ્રાથમિક ચર્ચા-વિચારણાઓ હાથ ધરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઓલીમ્પીકસ 2036ની રમતો માટેના જે સ્થળો આઇડેન્ટીફાય રાજ્ય સરકારે કરેલા છે ત્યાં જરૂરી સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ખેલાડીઓ-કોચ વગેરેની આવાસ સુવિધાઓ સહિતની વ્યવસ્થાઓ ઓલીમ્પીકસના ધારા-ધોરણો અનુસાર ઊભી થાય તે માટે આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું

એટલું જ નહિ, વોટર સ્પોર્ટસ અને માઉન્ટેઇન સ્પોર્ટસ માટેના જે સ્થળો પસંદ થાય ત્યાં પણ સંપૂર્ણ સુવિધાઓ ઊભી કરવાના આયોજન અંગે દિશાદર્શન કર્યુ હતું.

અમિત શાહે રાજ્ય સરકાર દ્વારા જે કાર્યઆયોજનો થાય તેની સમીક્ષા સમયાંતરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી કરે તેવું સૂચન પણ કર્યુ હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે, 2036નો ઓલીમ્પીકસ અમદાવાદ મહાનગરને દેશના અતિ વિકસીત મહાનગરો દિલ્હી, મુંબઇ, કલકત્તા થી પણ વધુ ઝડપી વિકસીત મહાનગર બનાવનારો બની રહેશે તે સ્પષ્ટ છે.

મુખ્ય સચિવ પંકજકુમાર, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર તથા રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્ચિનીકુમારે ઓલીમ્પીકસ-2036 માટે ગુજરાતની તૈયારીઓ અંગેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કર્યુ હતું.

આ પણ વાંચો - વર્ષ 2022માં આ 5 શેરોએ ખૂબ રડાવ્યા... Paytmથી Nykaa સુધી લિસ્ટમાં સામેલ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન, ઔડાના સી.ઇ.ઓ ડી.પી. દેસાઇ તથા વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો