I.N.D.I.A. Meeting: 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એજન્ડા તૈયાર કરવા માટે વિરોધ પક્ષ એલાયન્સ ઈન્ડિયા (I.N.D.I.A.)ની 14 સભ્યોની સંકલન સમિતિની પ્રથમ બેઠક આજે એટલે કે બુધવારે (13 સપ્ટેમ્બર) દિલ્હીમાં યોજાશે. I.N.D.I.A. ગઠબંધનના એક નેતાએ જણાવ્યું કે, દિલ્હીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારના નિવાસસ્થાને યોજાનારી આ બેઠકમાં ગઠબંધનની વ્યૂહરચના અને ભાવિ કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે આજની બેઠકમાં બેઠકોની વહેંચણી અને ઉમેદવારોના નામ નક્કી કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

