Jaiveer Shergill: તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થયેલા જયવીર શેરગિલ, કેપ્ટન અમરિંદર સિંહ અને સુનીલ જાખરને ભગવા પાર્ટી દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે જયવીર શેરગીલને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે. તે જ સમયે, ભાજપે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદ સિંહ અને પૂર્વ સાંસદ સુનીલ જાખરને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો તરીકે નિયુક્ત કર્યા છે.

