Karnataka Election 2023: કોંગ્રેસે મંગળવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સાત ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી, જેમાં પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરનું નામ પણ સામેલ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવા પર નારાજગી વ્યક્ત કરીને શેટ્ટર તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ શેટ્ટરને તેમના ગૃહ મતવિસ્તાર હુબલી-ધારવાડ મધ્ય બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. તે આ જ સીટ પરથી છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

