ભારતીય જનતા પાર્ટી (BJP) એ સોમવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે તેનો ઢંઢેરો જાહેર કર્યો. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બેંગલુરુમાં ‘પ્રજા પ્રણલીકે' નામનો પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને પાર્ટીના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પા પણ હાજર હતા. મેનિફેસ્ટોમાં આપેલા વચનો પર પ્રકાશ પાડતા, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યું કે પાર્ટીએ લોકોના કલ્યાણ, વિકાસ અને રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

