Karnataka New CM: કર્ણાટકમાં નવા મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલા કોંગ્રેસ નાટકનો હવે અંત આવ્યો છે અને સિદ્ધારમૈયાના નામ પર સત્તાવાર મહોર લગાવી દેવામાં આવી છે અને પાર્ટીએ તેની જાહેરાત પણ કરી દીધી છે. ગુરુવારે બપોરે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જાહેરાત કરી હતી કે સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી મુખ્ય પ્રધાન હશે અને ડીકે શિવકુમાર એકમાત્ર નાયબ મુખ્ય પ્રધાન હશે. આ સાથે DKS લોકસભા ચૂંટણી 2024 સુધી કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ પણ રહેશે.

