MP Election 2023: મધ્યપ્રદેશની ભાજપ સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા મહિલાઓને લઈને વધુ એક મોટી જાહેરાત કરી છે. મધ્યપ્રદેશમાં હવે મહિલાઓને સરકારી નોકરીઓમાં 33 ટકા અનામત મળશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની જાહેરાત બાદ સામાન્ય વહીવટ વિભાગે આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિર્ણય બાદ હવે મહિલાઓને સીધી ભરતીમાં 35 ટકા અનામત મળશે. મધ્યપ્રદેશ સરકારે રાજ્યમાં વન વિભાગ સિવાયની તમામ જગ્યાઓ પર ભરતીમાં મહિલાઓને 35 ટકા અનામત આપવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.

