Delhi Liquor Policy Case: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દિલ્હી લિકર પોલિસીના મામલામાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પૂછપરછ શરૂ કરી દીધી છે. આ તપાસ CBI હેડક્વાર્ટરમાં ચાલી રહી છે. આ પૂછપરછના કારણે દિલ્હી પોલીસે દક્ષિણ દિલ્હીમાં સીબીઆઈ ઓફિસની આસપાસ કલમ 144 લગાવી દીધી છે. CBI ઓફિસ પહોંચતા પહેલા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે રાજઘાટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના કાર્યકરોને સંબોધિત કર્યા હતા.

