Get App

ગુજરાતમાં ફરી દેખાયો મોદીનો જાદુ ! એક્ઝિટ પોલમાં ભાજપની સરકારનો કરાયો દાવો

Gujarat Elections Exit Poll 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. વિધાનસભાની 182ના બેઠકના તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં કુલ 63 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં 5 વાગ્યા સુધી સરેરાશ 62 ટકા મતદાન થયું છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 06, 2022 પર 12:10 PM
ગુજરાતમાં ફરી દેખાયો મોદીનો જાદુ ! એક્ઝિટ પોલમાં ભાજપની સરકારનો કરાયો દાવોગુજરાતમાં ફરી દેખાયો મોદીનો જાદુ ! એક્ઝિટ પોલમાં ભાજપની સરકારનો કરાયો દાવો

Gujarat Elections Exit Poll 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન સાંજે 5 વાગે પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાના અંતે 58.80 ટકા મતદાન થયું છે. ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા પછી હવે એક્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે. ટીવી 9ના સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને 125-130, કોંગ્રેસને 40-50 અને આમ આદમી પાર્ટીને 3-5 બેઠકો મળવાનો દાવો કરાયો છે.

TV9-ભારતવર્ષ દ્વારા બહાર પાડવામાં આવેલા એક્ઝિટ પોલ 2022માં ભાજપ (125-130), કોંગ્રેસ (40-50) , AAP (03-05)અને અન્યને (03-07) બેઠકો મળી રહી છે.

જન કી બાત અને ન્યૂઝ એક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા એક્ઝિટ પોલ 2022માં ભાજપ (117-140), કોંગ્રેસ (34-51) , AAP (6-13) અને અન્યને (1-2) બેઠકો મળી રહી છે.

P-MARQ દ્વારા બહાર પાડવામાં આવેલા એક્ઝિટ પોલ 2022માં ભાજપ (128-148), કોંગ્રેસ (30-42), AAP (2-10) અને અન્યને 0-3 બેઠકો મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 2017ની ચૂંટણીની સામે આ 2022ની ચૂંટણીમાં ગણો તફાવત જોવા મળી રહ્યો છે. 2017માં બે મોટા રાજકીય પક્ષો આમને સામને હતા, જ્યારે વર્ષની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપ 125થી વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહ્યું છે, તે બીજી તરફ કોંગ્રેસ પણ આ વખતે ભાજપ પાસેથી સત્તા છીનવીને ગુજરાતની ગાદી પર બેસવાનું અનુમાન લગાવી રહી છે. જોકે, આ બન્ને સામે ત્રીજો રાજકીય પક્ષ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મેદાને જંગ માટે પૂરજોર તૈયારી બતાવી છે. AAP પણ આ 2022ની ચૂંટણીમાં સત્તા હાંસલ કરવાનો દાવો કરી રહી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, આ વખતના એક્ઝિટ પોલ પ્રમાણે કોને કેટલી બેઠકો મળી શકે છે.

2017 ચૂંટણીમાં એક્ઝિટ પોલ અને પરિણામો

જણાવી દઈએ કે, 2017ની ચૂંટણીમાં ભાજપ દ્વારા 150 બેઠકનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ અનેક પાટીદાર, દલિત, ઠાકોર સમાજના સહિતના આંદોલનની અસરને લઈને આ ભાજપનું અનુમાન રગદોળાયું હતું અને આખરે ભાજપને 99 બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે કોંગ્રેસ 77 બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો. આમ, કોંગ્રેસને 22 વર્ષ બાદ પણ ફરીથી સત્તાનું સપનું, સપનું જ રહ્યું. જોકે, 2017ની ચૂંટણીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીને 2 બે બેઠક, જગ્નેશ મેવાણી સહિત 3 અપક્ષ ઉમેદવારોને જીત મળી હતી. આ સાથે, કુતિયાણાથી લડતા NCPના ઉમેદવાર કાંધલ જાડેજાને પણ જીત મળી હતી. આમ, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 2017માં ભાજપ અને કોંગ્રેસને એક્ઝિટ પોલથી ઘણુ વિપરીત પરિણામ મળ્યું હતું.

બધા સમાચાર

+ વધુુ વાંચો