Nehru Museum: દિલ્હીના તીન મૂર્તિ ભવન સંકુલમાં સ્થિત 'નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (NMML)'નું નામ બદલવામાં આવ્યું છે. તેનું નામ હવે 'પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ સોસાયટી (PMMS)' હશે. ગુરુવારે સાંજે NMML સોસાયટીની બેઠક મળી હતી અને નામ બદલવાનો નિર્ણય લેવાયો હતો. તીન મૂર્તિ ભવન એ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું સત્તાવાર નિવાસસ્થાન હતું. તમને જણાવી દઈએ કે NMML સોસાયટીના ઉપાધ્યક્ષ રાજનાથ સિંહ છે અને તેમણે બેઠકની અધ્યક્ષતા કરી હતી. કોંગ્રેસે આ બદલાવ પર તીખી પ્રતિક્રિયા આપી છે.

