શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)માં બળવો ફાટી નીકળ્યા બાદ વિપક્ષી એકતા પણ જોખમમાં છે. પટના બાદ હવે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં યોજાનારી વિપક્ષની બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે. જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ બેઠક સ્થગિત કરવાની જાણકારી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રની રાજનીતિમાં એનસીપીની અંદર રાજકીય ખેંચતાણ બાદ બેંગલુરુમાં 13-14 જુલાઈના રોજ યોજાનારી વિપક્ષની બેઠક પણ સ્થગિત કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું છે કે હાલ માટે આ બેઠક રદ કરવામાં આવી છે. સંસદના ચોમાસુ સત્ર બાદ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.

