PM narendra MODI JACKET: પ્રધાનમંત્રી મોદી સવારે રાજ્યસભામાં આછા વાદળી રંગનું જેકેટ પહેરીને જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે પ્લાસ્ટીકની બોટલોને રિસાયક્લિંગ કરીને બનાવેલ સામગ્રીમાંથી બનાવેલ જેકેટ પહેરીને સંસદ પહોંચ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, પીએમ મોદીની સાદરી પ્લાસ્ટિકની બોટલોને રિસાયક્લિંગ કરીને બનાવવામાં આવેલી સામગ્રીથી બનેલી છે.

