પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બુધવારે એક દિવસની મુલાકાતે રાજસ્થાન પહોંચ્યા હતા. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પીએમ મોદીનું સ્વાગત કર્યું. વડાપ્રધાને સૌપ્રથમ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ નાથદ્વારા મંદિરમાં ભગવાન શ્રીનાથજીના દર્શન કર્યા હતા. આ પછી, તેમણે રેલવે લાઇન સહિત રૂપિયા 5,500 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. PM મોદીએ રૂપિયા 5,500 કરોડથી વધુના ખર્ચે 4 રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 3 રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. તેઓ સિરોહી જિલ્લાના આબુ રોડ ખાતે ભાજપ દ્વારા આયોજિત જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે.

