Get App

PM Modi in Pune: PM મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી કરાયા સન્માનિત, NCPમાં ભંગાણ બાદ શરદ અને અજિત પવાર પહેલીવાર જોવા મળ્યા સાથે

PM Modi in Pune: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પુણે શહેરની મુલાકાતે છે, જ્યાં તેઓ વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી રહ્યાં છે. આ દરમિયાન તેમને પુણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારની હાજરીમાં પુણેના એસપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પૂણે પહોંચ્યા બાદ પીએમએ સૌથી પહેલા દગડુશેઠ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

MoneyControl Newsઅપડેટેડ Aug 01, 2023 પર 12:59 PM
PM Modi in Pune: PM મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી કરાયા સન્માનિત, NCPમાં ભંગાણ બાદ શરદ અને અજિત પવાર પહેલીવાર જોવા મળ્યા સાથેPM Modi in Pune: PM મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી કરાયા સન્માનિત, NCPમાં ભંગાણ બાદ શરદ અને અજિત પવાર પહેલીવાર જોવા મળ્યા સાથે
પૂણે પહોંચ્યા બાદ પીએમએ સૌથી પહેલા દગડુશેઠ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. લોકમાન્ય તિલકના વારસાને માન આપવા માટે 1983માં તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.

PM Modi in Pune: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવારે મહારાષ્ટ્રના પુણે શહેરની મુલાકાતે છે, જ્યાં તેઓ વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરી રહ્યાં છે. આ દરમિયાન તેમને પુણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પુણેના એસપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારની હાજરીમાં પીએમ મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, એનસીપીમાં વિભાજન પછી, શરદ પવાર તેમના ભત્રીજા અજિત પવાર, પીએમ નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે પ્રથમ વખત મંચ પર દેખાયા.

પૂણે પહોંચ્યા બાદ પીએમએ સૌથી પહેલા દગડુશેઠ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. લોકમાન્ય તિલકના વારસાને માન આપવા માટે 1983માં તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. આ એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમણે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ માટે કામ કર્યું છે અને જેમના યોગદાનને નોંધપાત્ર અને અસાધારણ કાર્ય તરીકે જોઈ શકાય છે. આ પુરસ્કાર દર વર્ષે 1 ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલકની પુણ્યતિથિએ આપવામાં આવે છે.

આ નેતાઓનું સન્માન કરાયું

પીએમ મોદી આ એવોર્ડથી સન્માનિત થનારા 41મા વ્યક્તિ છે. અગાઉ આ પુરસ્કાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્મા અને પ્રણવ મુખર્જી, ભૂતપૂર્વ વડા પ્રધાનો અટલ બિહારી વાજપેયી, ઈન્દિરા ગાંધી અને મનમોહન સિંહ, પ્રખ્યાત ઉદ્યોગપતિ એનઆર નારાયણમૂર્તિ અને મેટ્રો મેન ઈ શ્રીધરનને આપવામાં આવ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો