Manipur Violence: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi in Manipur) હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની તેમની બે દિવસીય મુલાકાત માટે ગુરુવારે ઇમ્ફાલ પહોંચ્યા. એરપોર્ટ પરથી, તે ચુરાચંદપુર જીલ્લા માટે રવાના થયા, જ્યાં તે ગયા મહિનાની શરૂઆતમાં ઉત્તરપૂર્વીય રાજ્યને હચમચાવી નાખેલી વંશીય હિંસાથી વિસ્થાપિત લોકોને મળવા માટે રાહત શિબિરની મુલાકાત લેશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં મણિપુરમાં વંશીય સંઘર્ષ શરૂ થયો ત્યારથી લગભગ 50,000 લોકો 300 થી વધુ રાહત શિબિરોમાં રહે છે.

