Get App

રાહુલ ગાંધીને 2 વર્ષની સજા, ‘મોદી સરનેમ' માનહાનિ કેસ સુરત જિલ્લા કોર્ટનો ચુકાદો, જો કે તરતજ મળ્યા જામીન

ગુજરાતની સુરત જિલ્લા કોર્ટે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને તેમની કથિત 'મોદી સરનેમ' ટીપ્પણી પર દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. સુરત સેશન્સ કોર્ટે કોંગ્રેસના નેતાને બે વર્ષની કેદની સજા ફટકારી છે. જોકે તેને જામીન મળી ગયા છે. રાહુલની ટિપ્પણી સામે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ અરજી દાખલ કરી હતી.

MoneyControl Newsઅપડેટેડ Mar 23, 2023 પર 12:18 PM
રાહુલ ગાંધીને 2 વર્ષની સજા, ‘મોદી સરનેમ' માનહાનિ કેસ સુરત જિલ્લા કોર્ટનો ચુકાદો, જો કે તરતજ મળ્યા જામીનરાહુલ ગાંધીને 2 વર્ષની સજા, ‘મોદી સરનેમ' માનહાનિ કેસ સુરત જિલ્લા કોર્ટનો ચુકાદો, જો કે તરતજ મળ્યા જામીન

ગુજરાતની સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને તેમની કથિત 'મોદી સરનેમ' ટીપ્પણી પર દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની કેદની સજા ફટકારી છે. જો કે તેને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. કોર્ટે 30 દિવસની સજા પર રોક લગાવી છે. રાહુલ ગાંધી 2019માં નોંધાયેલા ગુનાહિત માનહાનિના કેસના સંબંધમાં ગુરુવારે સ્થાનિક કોર્ટમાં હાજર થયા હતા. કાર્યવાહી દરમિયાન રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

આ મામલો ‘મોદી સરનેમ' અંગેની વિવાદાસ્પદ ટિપ્પણી સાથે સંબંધિત છે. વાસ્તવમાં, આ કેસ રાહુલ વિરુદ્ધ તેમની ટિપ્પણી માટે નોંધવામાં આવ્યો છે, જેમાં તેણે કથિત રીતે કહ્યું હતું કે, "બધા ચોરોની સરનેમ મોદી કેમ છે?"

રાહુલની ટિપ્પણી સામે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ અરજી દાખલ કરી હતી. વાયનાડના લોકસભા સભ્ય રાહુલે 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.

પોતાની ફરિયાદમાં પૂર્ણેશે આરોપ લગાવ્યો હતો કે રાહુલે 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કથિત રીતે એવું કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે?

બધા સમાચાર

+ વધુુ વાંચો