કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી છે. તેમણે વોટ બેંક માટે આતંકવાદીઓને બચાવવાની રાજનીતિ માટે કોંગ્રેસ પર PM મોદીના નિવેદનની ટીકા કરી છે. પોતાની દાદી ઈન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "મેં મારા દાદી અને પિતાને આતંકવાદથી ગુમાવ્યા છે, તેથી હું PM મોદી કરતાં તેની અસરો વિશે વધુ જાણું છું."

