Rahul Gandhi Disqualified: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભાની સદસ્યતા રદ થયા બાદ સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ પર પહેલીવાર નિવેદન આપ્યું છે. કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ લોકસભા સાંસદ રાહુલ ગાંધી ગયા અઠવાડિયે સંસદ સભ્ય તરીકે અયોગ્ય જાહેર થયા બાદ 12 તુગલક લેન ખાતેનો તેમનો ઓફિશિયલ સરકારી બંગલો ખાલી કરવા સંમત થયા છે. મંગળવારે લોકસભા સચિવાલયના નાયબ સચિવને લખેલા પત્રમાં રાહુલ ગાંધીએ નિર્ધારિત સમયમાં બંગલો ખાલી કરવા જણાવ્યું છે.

