Get App

સુરેન્દ્રનગરમાં જ્યાં નજર કરું ત્યાં કેસરિયો સાગર, જંગી જનસભાને પીએમ મોદીએ સંબોધી

PM મોદીએ કહ્યું, સંતોએ મને હેલીપેડ પર આવીને આશીર્વાદ આપ્યા.

MoneyControl Newsઅપડેટેડ Nov 22, 2022 પર 9:05 AM
સુરેન્દ્રનગરમાં જ્યાં નજર કરું ત્યાં કેસરિયો સાગર, જંગી જનસભાને પીએમ મોદીએ સંબોધી સુરેન્દ્રનગરમાં જ્યાં નજર કરું ત્યાં કેસરિયો સાગર, જંગી જનસભાને પીએમ મોદીએ સંબોધી

GUJARAT ELECTIONS 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે રાજ્યમાં પ્રચંડ પ્રચારનો ત્રીજો દિવસ છે. પ્રથમ દિવસે વલસાડ અને બીજા દિવસે વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં સભા સંબોધ્યા બાદ આજે સુરેન્દ્રનગરના દૂધરેજમાં ચૂંટણી સભાને સંબોધન કર્યુ. પીએમ મોદીને સાંભળવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું, ઝાલાવાડની ધરતી ઉપર વિજય સંમેલનમાં બધાયનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગરનાં 5 ઉમેદવાર જીતવાનાં છે. એક સમયે સુરેન્દ્રનગર સુકો પ્રદેશ હતો,
આ વિસ્તારોની બહુ ખરાબ પરિસ્થિતિ હતી, બે દાયકાથી વિકાસ થયો છે, ઝાલાવાડ પંથકમાં નર્મદાનાં પાણીથી જિલ્લાનો વિકાસ થયો છે.

PM મોદીએ કહ્યું, સંતોએ મને હેલીપેડ પર આવીને આશીર્વાદ આપ્યા. સંતોએ મને ભવ્ય વિજયની શુભકામના આપી. સંતોના આશીર્વાદ ક્યારેય એળે ન જાય. ઝાલાવાડની ધરતી પર તપસ્વી સંતોના આશીર્વાદ મળ્યા. આજે જ્યાં જ્યાં મારી નજર પડે છે ત્યાં કેસરિયા સાગર દેખાય છે. મુખ્યમંત્રી હતો ત્યારે પણ સુરેન્દ્રનગરમાં છાશવારે આવતો. સુરેન્દ્રનગરની જનતાએ ભાજપની સરકાર બનાવવાનું નક્કી કરી દીધું છે.

આ પણ વાંચો - 22 નવેમ્બરે રોજગાર મેળાનો બીજો તબક્કો, આ શહેરોના યુવાનોને મળશે નિમણૂંક પત્ર

નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગરને મળ્યો છે. જે બાદ તેમણે નામ લીધા વગર રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું, જેમને પદ પરથી હટાવ્યા તેઓ આજે યાત્રા કરી રહ્યા છે. નર્મદા વિરોધીઓને સજા કરવા માટે આ ચૂંટણી બનવી જોઈએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો