ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી પર આકરા પ્રહારો કર્યા અને તેમને કેન્દ્ર સરકારનું “એમેઝોન પાર્સલ” ગણાવ્યું. તો સાથે તેમણે કેન્દ્ર પાસે “એમેઝોન પાર્સલ” પરત લેવાની અપીલ કરી, જે તેમણે રાજ્યપાલ તરીકે મોકલ્યું છે. ઉદ્ધવે રાજ્યપાલને તેમના પદ પરથી હટાવવામાં નહીં આવે તો રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવાની ધમકી પણ આપી હતી. તેણે કહ્યું, “આ નમૂનો પાછો લો અથવા તેને વૃદ્ધાશ્રમમાં મોકલો.”

