Uddhav Thackeray vs Eknath Shinde: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને સત્તાવાર “શિવસેના” તરીકે માન્યતા આપવાના ચૂંટણી પંચના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ઠાકરેએ તાકીદે સુનાવણી કરવા વિનંતી કરી હતી. જો કે, તેમની માંગ પર સુપ્રીમ કોર્ટે તાકીદે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે અરજીમાં તાત્કાલિક ઉલ્લેખ કરવાની પ્રોસેસ છે, જેનું પાલન કરવું જોઈએ. ઉદ્ધવ ઠાકરે જૂથે ચૂંટણી પંચના આદેશને ખામીયુક્ત ગણાવીને તેના પર પ્રતિબંધ મૂકવાની સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે.

