Get App

ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ હેઠળ 1 લાખ કરોડના MoU થયા

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 પુર્વાર્ધરુપે કાર્યક્રમ થઈ રહ્યો છે. એક જ દિવસમાં રૂપિયા 1 લાખ કરોડના સંભવિત રોકાણ માટે MoU થયા છે. વિવિધ ક્ષેત્રમાં રોકાણ અર્થે ઉદ્યોગકારો સાથે 23 MoU સંપન્ન થયા છે. રોકાણથી 70 હજાર રોજગાર સર્જન થવાની સંભાવના છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 14, 2023 પર 7:57 PM
ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ હેઠળ 1 લાખ કરોડના MoU થયાગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ હેઠળ 1 લાખ કરોડના MoU થયા

ગાંધીનગર ખાતે વિવિધ ક્ષેત્રે એક જ દિવસમાં રૂપિયા 1 લાખ કરોડના સંભવિત રોકાણ માટે 23 MoU સંપન્ન થયા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પુર્વાર્ધરુપે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ રોકાણકારો સાથે MoU કરવામાં આવ્યા હતા.

આ MoUમાં પોર્ટ અને પોર્ટ સંબંધિત, પાવર, એન્જિનિયરિંગ ઓટો ઇન્ડસ્ટ્રીઝ, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ, શિક્ષણ તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ રોકાણથી અંદાજે 70 હજાર રોજગાર સર્જન થવાની સંભાવના છે.. ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે અત્યાર સુધીમાં રૂપિયા 1.35 લાખ કરોડના સંભવિત રોકાણો માટે 100 MoU થયા છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 પુર્વાર્ધરુપે કાર્યક્રમ થઈ રહ્યો છે. એક જ દિવસમાં રૂપિયા 1 લાખ કરોડના સંભવિત રોકાણ માટે MoU થયા છે. વિવિધ ક્ષેત્રમાં રોકાણ અર્થે ઉદ્યોગકારો સાથે 23 MoU સંપન્ન થયા છે. રોકાણથી 70 હજાર રોજગાર સર્જન થવાની સંભાવના છે.

શિક્ષણ તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના ઉદ્યોગો માટેના MoU થયા છે. પોર્ટ સંબંધિત, પાવર, એન્જિનિયરિંગ ઓટો ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે MoU કર્યા છે. મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ ક્ષેત્રે રોકાણ કર્યા છે. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો