Republic Day 2024: સમગ્ર દેશ આ વર્ષે 75મો ગણતંત્ર દિવસ ઉજવશે. આ વર્ષના સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ છે. આ પ્રજાસત્તાક દિવસ આપણા માટે ઘણી રીતે ખાસ રહેવાનો છે. તેમાં દર્શાવવામાં આવેલા ટેબ્લોથી લઈને પરેડ અને થીમ સુધી મહિલાઓ કેન્દ્રમાં છે. ચાલો જાણીએ શું છે પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ? પરેડમાં શું ખાસ હશે? ટેબ્લોક્સમાં શું ખાસ હશે?