વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા રાજ્ય સરકાર ઈલેક્ટ્રિક કાર દિગ્ગજ ટેસ્લાને ગુજરાતમાં લાવવા માટે એડીચોડીનું જોર લગાવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર તેને ભારતમાં લાવવા માટે ટેસ્લા સાથે વાતચીત કરી રહ્યું છે. ગુજરાત સરકારની આ પરિયોજનાને સાણંદ-બેચરાજી કે ધોલેરામાં લાવવાની પરિયોજના ચાલી રહી છે.

