Anju return india from pakistan: પહેલા ભારતથી પાકિસ્તાન પહોંચી. ત્યારબાદ પરિણીત હોવા છતાં રાજસ્થાનની અંજુએ પાકિસ્તાની યુવક સાથે લગ્ન કર્યા. હવે 4 મહિના પછી અંજુ ભારત પાછી આવી છે. તે બુધવારે વાઘા બોર્ડર પહોંચી હતી. પાકિસ્તાની પતિ નસરુલ્લા પણ ત્યાં હતો. પરંતુ પહેલા આઈબી અને પંજાબ પોલીસ અંજુને વાઘા બોર્ડરથી પોતાની સાથે લઈ ગઈ. ત્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. અંજુએ તેને ભારત પરત ફરવાનું કારણ જણાવ્યું. ત્યારબાદ અમૃતસરથી અંજુ હવે દિલ્હી એરપોર્ટ પર પહોંચી છે.

