Get App

Google Maps: ગૂગલ ભારતમાં લાવ્યું અદ્ભુત ફીચર, ટ્રાવેલિંગ સમયે પેટ્રોલ પણ બચશે

Google Maps: ગૂગલે ભારતીય યુઝર્સ માટે એક નવું ફીચર બહાર પાડ્યું છે, જે ગૂગલ મેપ્સમાં ઉપલબ્ધ થશે. તેની મદદથી લોકોને ફ્યુલની બચત કરવામાં મદદ મળશે. એકવાર આ ફિચર અનેબલ થઈ ગયા પછી, Google Maps યુઝર્સને ફોન પર સૌથી વધુ પેટ્રોલ બચાવવાના માર્ગો બતાવશે. જોકે, આ ફીચરમાં CNGનો ઓપ્શન જોવા મળ્યો નથી.

MoneyControl Newsઅપડેટેડ Dec 14, 2023 પર 11:31 AM
Google Maps: ગૂગલ ભારતમાં લાવ્યું અદ્ભુત ફીચર, ટ્રાવેલિંગ સમયે પેટ્રોલ પણ બચશેGoogle Maps: ગૂગલ ભારતમાં લાવ્યું અદ્ભુત ફીચર, ટ્રાવેલિંગ સમયે પેટ્રોલ પણ બચશે
Google Maps: આ ફ્યુઅલ સેવિંગ ફીચર ભારતમાં પણ આવી ગયું છે

Google Maps: ગૂગલ મેપ્સ એક નેવિગેશન એપ છે, જેનો ઉપયોગ ભારત સહિત વિશ્વભરના લોકો કરે છે. ગૂગલ મેપ્સે ભારતીયો માટે એક નવું ફીચર રજૂ કર્યું છે, જે ફ્યુલની બચતમાં મદદ કરશે. આ ફીચરનું નામ પણ ફ્યુઅલ સેવિંગ છે.

હવે આ ફ્યુઅલ સેવિંગ ફીચર ભારતમાં પણ આવી ગયું છે. અગાઉ તે માત્ર અમેરિકા, કેનેડા અને યુરોપિયન દેશો માટે જ ઉપલબ્ધ હતું. આ ફીચરની મદદથી યુઝર્સ જોઈ શકશે કે કેટલા ટકા ફ્યુલની બચત થશે.

રુટ અને કંડિશનને કરશે કેલ્ક્યુલેટ

આ ફિચરને અનેબલ કર્યા પછી, Google Maps યુઝર્સના રૂટ, ટ્રાફિક, રસ્તાની સ્થિતિ અને કિલોમીટરની ગણતરી કરશે. આ પછી એપ એક રૂટ બતાવશે જેમાં સૌથી વધુ ફ્યુલ બચત થશે. ગૂગલ મેપ્સમાં વધારાના રૂટ પણ સૂચવવામાં આવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો