Garlic Price Rise: દેશમાં મોંઘવારીના મોરચે રાહત મળી શકે છે, પરંતુ બદલાતા હવામાન વચ્ચે શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે ટામેટાના ભાવ છેલ્લા મહિનાઓમાં હેડલાઇન્સમાં રહ્યા હતા, ત્યાર બાદ ડુંગળીના ભાવે પણ લોકોને રડતા કરી દીધા હતા. ડુંગળીના ભાવમાં હજુ પણ કોઈ રાહત નથી અને લસણના ભાવ આસમાને પહોંચી ગયા છે. અહેવાલો અનુસાર માત્ર એક મહિનામાં જ લસણની કિંમત ડબલ થઇ ગઇ છે.

