Get App

‘ખુશ્બુ ગુજરાત કી’: દિવાળીની રજાઓમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર ઉમટી પડ્યાં પ્રવાસીઓ

દસ દિવસમાં રાજ્યના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની 42 લાખ 75 હજાર 952 પ્રવાસીઓએ લીધી મુલાકાત

MoneyControl Newsઅપડેટેડ Nov 22, 2023 પર 12:58 PM
‘ખુશ્બુ ગુજરાત કી’: દિવાળીની રજાઓમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર ઉમટી પડ્યાં પ્રવાસીઓ‘ખુશ્બુ ગુજરાત કી’: દિવાળીની રજાઓમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર ઉમટી પડ્યાં પ્રવાસીઓ
પ્રવાસન ક્ષેત્ર, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોના વિકાસ માટે બજેટ ફાળવણીમાં 346% વધારો

ગાંધીનગર: દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન, તા. 11થી 20 નવેમ્બર 2023 સુધી દસ દિવસના સમયગાળામાં, રાજ્યના 18 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 42 લાખ 75 હજાર 952 લોકોએ મુલાકાત લીધી હતી.

આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, સ્મૃતિ વન, સીમાદર્શન-નડાબેટ, ગિરનાર રૉપ વે, સાસણગીર અને દેવળીયા પાર્ક, દાંડી સ્મારક, સૂર્ય મંદિર, રાણ કી વાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ, વડનગર, ડાયનાસોર પાર્ક તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં.

પર્યટન સ્થળ મુલાકાતીની સંખ્યા
(11/11/2023 થી 20/11/2023)
સ્ટેચ્યુ ઑફ યુનિટી 3,03,894
સ્મૃતિ વન – ભુજ 36,391
સીમાદર્શન – નડાબેટ 57,948
ગિરનાર રૉપ-વે – જુનાગઢ 59,307
સાસણગીર અને દેવળીયા પાર્ક 70,634
દાંડી સ્મારક – નવસારી 27,972
સૂર્ય મંદિર - મોઢેરા 31,969
રાણ કી વાવ – પાટણ 36,659

સોમનાથ મંદિર 4,87,974
અંબાજી મંદિર 6,35,760
પાવાગઢ મંદિર 5,25,410
દ્વારકા મંદિર 6,18,460
સાયન્સ સિટી - અમદાવાદ 83,111
અટલ બ્રિજ - અમદાવાદ 1,81,692
કાંકરિયા તળાવ - અમદાવાદ 4,45,144
વડનગર – ઐતિહાસિક નગર 46,453
ડાયનાસૌર પાર્ક - બાલાસિનોર 7,678
અમદાવાદ રેલ-મેટ્રો 6,19,496

પ્રવાસન ક્ષેત્ર, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોના વિકાસ માટે બજેટ ફાળવણીમાં 346% વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો